ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ

24 November, 2012 07:11 AM IST  | 

ફેસબુક પ્રકરણના અહેવાલમાં ખાતાકીય તપાસની ભલામણ




પાલઘરની આ બે યુવતીઓએ શિવસેનાના નેતા બાળ ઠાકરેના અવસાન પછી મુંબઈ  બંધના એલાનના વિરોધમાં સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર નકારાત્મક કમેન્ટ કરતાં ગયા રવિવારે પાલઘર પોલીસે આ બે યુવતીઓ શાહીન ધડા અને રેણુ શ્રીનિવાસનની આ મામલે ધરપકડ કરતાં મોટો વિવાદ થયો હતો. આ મામલામાં પછી શિવસૈનિકોએ ઑર્થોપેડિક ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતા શાહીનના કાકાના ક્લિનિક પર હુમલો કરીને ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ મામલામાં શિવસૈનિકોએ આ બે યુવતીઓ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ પણ નોંધાવી હતી.

આ મામલાની સંપૂર્ણ તપાસ પછી આપવામાં આવેલા વિગતવાર રિપોર્ટમાં સુખવીન્દર સિંહે આ કેસમાં તપાસ હાથ ધરનાર પાલઘર પોલીસ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી શરૂ કરવાની ભલામણ કરી છે.