મુંબઈ :ઍન્ટિ રેડીએશન પૅક અને રાઇસ પૂલર પ્રોડક્ટથી સાવધાન

12 October, 2020 04:20 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ :ઍન્ટિ રેડીએશન પૅક અને રાઇસ પૂલર પ્રોડક્ટથી સાવધાન

ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જી

કેટલાક લેભાગુઓ ઍન્ટિ રેડીએશન પૅક અને રાઇસ પૂલર જેવી પ્રોડક્ટ ઍટમિક ઍનર્જી વિભાગ દ્વારા પ્રમાણિત હોવાનો દાવો કરીને લોકોને છેતરતા હોવાનું જણાયા બાદ ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જી (ડીએઇ) દ્વારા ગઈ કાલે આ બાબતે પ્રેસ રિલિઝ બહાર પાડીને લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે માર્કેટમાં વેચાતી આવી પ્રોડક્ટ બનાવટી હોય છે, આથી લોકોએ સાવધાન રહેવું જોઈએ.

ઍન્ટિ રેડિએશન પેક અને રાઇસ પૂલર અને તેમના દ્વારા દાવો કરાતો હોય છે કે એ પ્રોડક્ટસ રેડિયોએક્ટિવ છે અને તે બીએઆરસી (ભાભા ઍટમિક રીસર્ચ સેન્ટર) ડીએઇ (ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક ઍનર્જી) દ્વારા પ્રમાણિત છે એ બાબત ખોટી છે. આ બધી પ્રોડક્ટ બનાવટી હોય છે અને એનાથી લોકો છેતરાતા હોય છે.

ડીએઇ દ્વારા કહેવાયું છે કે આ પ્રોડક્ટ ખરીદવાથી તમારું નસીબ ખૂલી જશે એવા દાવાઓ એ પ્રોડક્ટ વેચનારાઓ દ્વારા કરાતા હોય છે જે ભ્રામક હોય છે.

આમ કરીને આવા લોકો ગ્રાહક પાસેથી બહુ ઊંચી રકમ પડાવી લેતા હોય છે.

ડીએઇ દ્વારા જાહેર જનતાને ચેતવણી આપતા કહ્યું છે કે કોઈ પણ રેડિયોએક્ટિવ ચીજ ઍટમિક ઍનર્જી રેગ્યુલેટરી બોર્ડની પરવાનગી વગર પોતાની પાસે રાખવી એ ગેરકાયદે છે અને તે ઍટમિક ઍનર્જી એ ઍક્ટ ૧૯૬૨ હેઠળ ગુનો બને છે.

mumbai mumbai news