સેલેબ્ઝને ડ્રગ્સની ડિલિવરી કરનાર પકડાયો

30 September, 2020 08:24 PM IST  |  Mumbai | Diwakar Sharma

સેલેબ્ઝને ડ્રગ્સની ડિલિવરી કરનાર પકડાયો

ગયા અઠવાડિયે ડ્રગ્સ પેડલરની ધરપકડ થઈ હતી

એક અઠવાડિયા પહેલા જ 40 વર્ષના ડ્રગ પેડલર ઉસ્માન અનવર અલી શેખ અને તેનો સાથી મુબારખ શેખ (39)ની ધરપકડ કરી હતી. હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 9 એ બાંદરા અને અંધેરી વિસ્તારમાં સેલેબ્ઝને ડ્રગ્સની સપ્લાય કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

ફૂડ ડિલિવરી કંપનીનો આ વ્યક્તિ મેફાડ્રોન પેકેટ્સની ડિલિવરી કરતો હતો. 38 વર્ષનો અભિષેક જયપ્રકાશ વિશ્વકર્મા જોગેશ્વરીમાં રહે છે, વધુ પૈસા કમાવવાની લાલચે લૉકડાઉનથી જ તેણે ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે કહ્યું કે, આ દિવસના કમસેકમ ચાર પેકેટ્સની ડિલિવરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ કહ્યું કે, સોમવારે અમે વિશ્વકર્માની ધરપકડ કરી હતી, પૂરપરછમાં જણાયુ કે તે પાંચ મહિનાથી આ કામ કરે છે. એક પેકેટ ડિલિવરી કરવાના તેને રૂ.200 મળતા હતા.

અન્ય એક અધિકારીએ મિડ-ડેને કહ્યું કે, વિશ્વકર્મા જે સ્થળે ડિલિવરી કરતો હતો તેની વિગતવાર માહિતી આપી છે, જેમાં ફોન નંબરનો પણ સમાવેશ છે. તેણે પોલીસને 30 નંબર આપ્યા છે. વિશ્વકર્મા જેને ડ્રગ્સની ડિલિવરી કરતો હતો તે લોકોમાં મ્યુઝીક કંપોઝર, નાના ટીવી એક્ટર્સ, એડ ફિલ્મ અને લો બજેટ ફિલ્મમાં કામ કરનારા એક્ટર્સ, ફોટોગ્રાફર સચિન સોની, સ્ક્રીનરાઈટર આરઆર દ્વિવેદી, મ્હાડાના અધિકારીઓ તેમ જ રિયલ એસ્ટેટ એજન્ટ્સનો સમાવેશ છે. ડ્રગ્સની ગૅન્ગે આની નિમણૂક એટલે જ કરી કેમ કે તે ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો હોવાથી પોલીસની નજરમાં આવે નહીં.

અન્ય આરોપીની ધરપકડ બાબતે પોલીસે કહ્યું કે, ઉસ્માન અંધેરી વેસ્ટના ઓશિવારામાં રહેતો હતો. અબુ એક દુકાનદાર છે જે જોગેશ્વરીમાં રહે છે. જ્યારે ઈરફાન ડ્રગ પેડલર છે જે અંધેરીના ફોર બંગલોઝ વિસ્તારમાં રહે છે.

સૂત્રોએ કહ્યું કે, પોલીસથી બચવા માટે ઉસ્માન અને અબુ ફૂડ ડિલિવરી કંપનીનું ટી-શર્ટ પહેરતા હતા. એનડીપીએસ એક્ટની કલમો અંતર્ગત ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Crime News mumbai news