ઈ-મીટર સાથે ચેડાં કરનાર રિક્ષા-માલિકની પરમિટ રદ

27 July, 2012 05:20 AM IST  | 

ઈ-મીટર સાથે ચેડાં કરનાર રિક્ષા-માલિકની પરમિટ રદ

 

પોલીસે રિક્ષા-ડ્રાઇવરની પણ ધરપકડ કરી છે. બુધવારે સાંજે સ્ટેટ ટ્રાન્સર્પોટ સેક્રેટરી તથા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સર્પોટ ઑથોરિટી (એમએમઆરટીએ)ના અધ્યક્ષ શૈલેશ શર્માએ ૬ જુલાઈએ ઈ-મીટર સાથે ચેડાં કરતા પકડાયેલા રિક્ષા-નંબર એમએચ-૦૨-ટીએ-૭૭૯૭ના માલિક દિલીપ નિમુનકરની પરમિટ રદ કરી નાખી હતી. ડ્રાઇવર અર્શદ અન્સારી વિરુદ્ધ જોગેશ્વરી પોલીસે એફઆઇઆર પણ નોંધ્યો હતો. ટ્રાન્સર્પોટ અધિકારીઓએ મીટર-ડીલરની થયેલી ધરપકડને છુપાવવાની કોશિશ કરી હતી. પોલીસ આ કેસમાં મીટર મૅન્યુફૅક્ચરરના પ્રતિનિધિની પણ પૂછપરછ કરશે. આવા જ એક કેસમાં ઘાટકોપરમાં પણ ઈ-મીટર સાથે ચેડાં કરનાર મેકૅનિક વિરુદ્ધ પણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.  ઈ-મીટર સાથે ચેડાં થયેલાં માલૂમ પડે તો મુસાફરો આરટીઓના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૨૨-૦૧૧૦ પર ફરિયાદ નોંધાવી શકે છે. મુસાફરો પોતાની ફરિયાદ ટ્રાફિક-પોલીસની વેબસાઇટ www.trafficpolicemumbai.org પર પણ નોંધાવી શકે છે.

આરટીઓ = રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ, એફઆઇઆર = ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ