સુધરાઈની ચૂંટણીમાં અણ્ણા અપાવશે પ્રામાણિક ઉમેદવાર

05 October, 2011 08:54 PM IST  | 

સુધરાઈની ચૂંટણીમાં અણ્ણા અપાવશે પ્રામાણિક ઉમેદવાર


જેમાં લોકોને પોતાના પ્રતિનિધિ તરીકે કેવી વ્યક્તિ પસંદ છે અને જનપ્રતિનિધિ પાસેથી કેવા પ્રકારનાં કામની અપેક્ષા છે એની માહિતી મેળïવશે અને ત્યાર પછી લોકોની પસંદગીને આધારે ઉમેદવારો માટે એક મૅનિફેસ્ટો બનાવશે. આ મૅનિફેસ્ટો વિવિધ રાજકીય પક્ષોને મંજૂરી માટે આપવામાં આવશે અને જે રાજકીય પક્ષોના ઉમેદવારો મૅનિફેસ્ટોના આધારે કામ કરવા તૈયાર હશે તેમને ટીમ અણ્ણાનું સમર્થન મળશે. અન્યથા જે અપક્ષ નગરસેવક ટીમ અણ્ણાના મૅનિફેસ્ટોને સ્વીકારશે તેને સમર્થન આપવામાં આવશે. આને માટે અણ્ણા હઝારે જાતે મુંબઈમાં આવવાના છે. જોકે તેઓ ક્યારે મુંબઈમાં આવશે એનો કાર્યક્રમ હજી ઘડાયો નથી.

મુંબઈમાં આવીને અણ્ણા હઝારે લોકોને સેવાભાવી નેતાઓ મળે એ માટે યોગ્ય મૅનિફેસ્ટો ઘડવા અને એ મુજબ પ્રામાણિક રીતે કામ કરનારા નેતાઓને જ ચૂંટી કાઢવાનું આહ્વાન કરશે.

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના ૧૩ લાખ વૉલન્ટિયરોએ અણ્ણા હઝારેની લડાઈ હજી ચાલુ જ રાખી છે અને આગળની લડતની પાશ્વર્ભૂમિ તૈયાર કરવા મંગળવારે સાંજે સાત વાગ્યે વિલે પાર્લે‍ની નાણાવટી સ્કૂલમાં એના પાંચ હજાર જેટલા વૉલન્ટિયરો ભેગા થયા હતા. આ મીટિંગમાં જે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી એ વિશે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના મુંબઈના કાર્યકર નરેશ ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારુ પૂરું ધ્યાન હવે પૉલિટિકલ સિસ્ટમની સફાઈ પર અને લોકલ ઑથોરિટીમાં ભ્રષ્ટાચારને લીધે નર્મિાણ થતી લોકોની સમસ્યાનું નિવારણ કરવા પર રહેશે. અમે સીધી રીતે તો પૉલિટિક્સમાં જોડાવાનું વિચારી નથી રહ્યા, પણ લોકો દ્વારા તેમની પાર્ટી કે નેતા કેવા હોવા જોઈએ એની વિગતો મેળવી એક પાર્ટી મૅનિફેસ્ટો બનાવીશું અને એક પબ્લિક સિટિઝન બૉડી બનાવીશું, જે આ મૅનિફેસ્ટોને માન્ય રાખનાર પાર્ટી કે નેતાને લોકો સામે એક સારા અને સાચા નેતા તરીકે રજૂ કરશે.’ 

સારા નેતા મળશે અને સંપત્તિ વેડફાતી બચશે

આજના સમયમાં લોકો નેતાઓ પર ભરોસો કરતાં ડરે છે એવામાં અણ્ણા હઝારેના સહાયકો કોઈ નેતા કે પાર્ટી પર કઈ રીતે વિfવાસ મૂકી શકે એવા સવાલનો જવાબ આપતાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના મુંબઈના કાર્યકર નરેશ ઠાકુરે કહ્યું હતું કે ‘અમારી પબ્લિક સિટિઝન બૉડી દ્વારા બનાવવામાં આવેલા મૅનિફેસ્ટોને માન્ય રાખનાર નેતાઓ પાસે અમે ઍડ્વાન્સમાં તેમનું રેઝિગ્નેશન લખાવી લેવાના છીએ, કારણ કોઈ વ્યક્તિ ક્યારે બદલાઈ જાય એની ગૅરન્ટી હોતી નથી અને જેવી આ લોકોમાં કોઈ ગરબડ જણાઈ આવશે કે તરત તેનું રેઝિગ્નેશન સંબંધિત ઑથોરિટીને મોકલી આપીશું. આ બધું કરવા પાછળ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કાર્યકરોનો હેતુ માત્ર એટલો જ છે કે ચૂંટણીઓ લડવા પાછળ નાગરિકોના લાખો-કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. જો દેશને સારા નેતા મળે તો લોકોની જરૂરિયાતો તો પૂરી થશે જ, પણ દેશની સંપત્તિને પણ વેડફાતી બચાવી શકાશે.’