મીરા-ભાઇંદરમાં મીટરો ડાઉન

25 October, 2011 07:31 PM IST  | 

મીરા-ભાઇંદરમાં મીટરો ડાઉન

 

છેલ્લા ઘણા વખતથી સરકારે બંધ કરાવ્યું હોવા છતાં મીરા રોડ-ભાઈંદરના રિક્ષાવાળાઓ વગર મીટરે લોકો પાસેથી પોતાની મરજી મુજબ ભાડાં ઉઘરાવી રહ્યા હતા. રિક્ષાવાળાઓની આવી મનમાની વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માગતા અણ્ણા હઝારેના સમર્થકોની આવી સેવાને મીરા-ભાઈંદરવાસીઓએ બિરદાવી છે.

મીરા-ભાઈંદરના રિક્ષાવાળાઓ વિરુદ્ધની ‘મીટર ડાઉન’ કૅમ્પેન વિશે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સંસ્થાના કાર્યકર રાકેશ સરાવગીએ કહ્યું હતુ કે ‘સરકારે મીરા-ભાઈંદરમાં રિક્ષાવાળાઓને રિક્ષા મીટરથી ચલાવવાનો આદેશ આપ્યો હોવા છતાં મોટા ભાગના રિક્ષાવાળાઓ વગર મીટરે જ પૅસેન્જરોને લઈ જતા હતા અને મનફાવે એટલું ભાડું વસૂલ કરતા હતા. આવી ૪૦થી વધુ રિક્ષાઓનાં મીટર અમે આજે ડાઉન કયાર઼્ હતાં અને ૨૭,૦૦૦ લોકોને અમે આ માહિતી એસએમએસ મારફત પહોંચાડી હતી. લગભગ દોઢેક હજાર લોકોને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના વૉલિન્ટિયરોએ આ જાણકારી સૂર્યા શૉપિંગ સેન્ટર પાસે મળીને આપી હતી. કોઈ રિક્ષાવાળો સામાન્ય લોકોની વાત ન માને તો તેની વિરુદ્ધ ફરિયાદ (આરટીઓ ફોનનંબર : ૧૮૦૦૨ ૨૫૩૩૫ અને થાણે માટે ફોનનંબર : ૦૨૨-૨૫૩૪ ૦૪૭૪) નોંધાવી શકાશે.’