કોઈ બાંધછોડ નહીં કરે ટીમ અણ્ણા

27 December, 2011 05:14 AM IST  | 

કોઈ બાંધછોડ નહીં કરે ટીમ અણ્ણા



કોઈ બાંધછોડ નહીં કરે ટીમ અણ્ણા

લોકપાલને સ્વતંત્ર ઇન્વેસ્ટિગેટિવ વિંગ બનાવો અથવા સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને લોકપાલના વહીવટી અંકુશ હેઠળ લાવો. કોઈ પણ પ્રકારની ફરિયાદ ન થઈ હોય તો પણ લોકપાલને પોતાની રીતે  તપાસ હાથ ધરવાનો અધિકાર હોવો જોઈએ.

લોકપાલને એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરતાં પહેલાં સુનાવણી કે પ્રાથમિક તપાસ દ્વારા આરોપીને અલર્ટ કરવામાંથી મુક્તિ મળવી જોઈએ.

ક્લાસ સી તથા ક્લાસ ડીના અધિકારીઓને લોકપાલના દાયરા હેઠળ લાવવા જોઈએ. લોકપાલની નિમણૂક સિલેક્શન પૅનલ દ્વારા સર્વાનુમતે થવી જોઈએ તથા લોકપાલને હટાવવાની પ્રક્રિયા સરકારના નિયંત્રણથી મુક્ત હોવી જોઈએ.