અણ્ણાના આંદોલન પર સરકારની નજર

27 December, 2011 05:10 AM IST  | 

અણ્ણાના આંદોલન પર સરકારની નજર

 

ગઈ કાલે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મીટિંગ યોજી હતી, જેમાં રાજ્યના પોલીસવડા કે. સુબ્રમણ્યમ અને મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈક પણ હાજર રહ્યા હતા. યુ. સી. સારંગીએ કહ્યું હતું કે ‘કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સુરક્ષાનાં જે જરૂરી જણાશે એ બધાં જ પગલાં લેવામાં આવશે. અમે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. જોકે વધારાની કુમક બોલાવવામાં આવી નથી.’

જોકે યુ. સી. સારંગીએ આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) દ્વારા અણ્ણા હઝારેના આ અનશન સામે કોઈ ધમકી મળી હોવાની માહિતીનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘પોલીસ દ્વારા બીકેસીના ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિકની બૅગ પર કોઈ બૅન મૂકવામાં આવ્યો નથી. સ્ટેજ પરથી કરવામાં આવનારી બધી જ સ્પીચને ધ્યાનથી સાંભળવામાં આવશે અને રાતના દસ વાગ્યા બાદ લાઉડ સ્પીકરના વપરાશ વિશેના નિયમનું પણ પાલન કરવામાં આવશે. રાજ્ય સરકાર તેમના કોઈ રિપ્રેઝન્ટેટિવને અણ્ણા સાથે વાતચીત કરવા મોકલવાની નથી.’

યુ. સી. સારંગીને ગ્રાઉન્ડમાં કેટલા લોકો અણ્ણાના સર્પોટમાં આવશે એમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડની કૅપેસિટી ૨૫,૦૦૦ની છે. એને વધારી ન શકાય.’