અણ્ણા હઝારે ચૂંટણી નહીં લડે

07 September, 2012 05:29 AM IST  | 

અણ્ણા હઝારે ચૂંટણી નહીં લડે

અપીલમાં તેમણે યુવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘ચૂંટણીમાં ૯૦ ટકાથી વધુ વોટિંગ ફરિજ્યાત થવું જ જોઈએ. હાલમાં ચૂંટણી લડવા કે પછી રાજકીય પાર્ટી બનાવવાની જરૂર નથી, પણ લોકોને વિકલ્પ આપવો જરૂરી છે. બદલાવ લાવવાની શક્તિ ફક્ત નાગરિકો પાસે છે અને લોકોને જાગ્રત કરવાનું કામ અમારું છે. ઍસેમ્બ્લી અને લોકસભાની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાઈને આવવો જ જોઈએ.’

દેશના ૪૦૦૦થી વધુ કાર્યકરો અણ્ણા હઝારેની ટીમમાં જોડાશે. અણ્ણા હઝારેએ છ યોજનાઓ પર પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને વોટ આપવો, ઉમેદવારને નકારવાનો હક આપવો, ગ્રામસભાને વધુ સત્તા આપવી, સિટિઝન ચાર્ટર, સત્તાવાર કામમાં વિલંબ દૂર કરવો અને લોકપાલ અથવા લોકાયુક્તના અંકુશમાં પોલીસને લાવવી જેવા મુદ્દાઓ સામેલ છે.