25 August, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજલિ તેન્ડુલકરે વિરારની આ સોસાયટીમાં ફ્લૅટ ખરીદ્યો છે.
સચિન તેન્ડુલકરની પત્ની અંજલિ તેન્ડુલકરે વિરારની પેનિનસુલા હાઇટ્સમાં ત્રીજા માળે ૩૯૧ સ્ક્વેર ફુટનો ફ્લૅટ ૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ૨૦૨૫ની ૩૦ મેએ એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અંજલિ તેન્ડુલકરે એ માટે ૧.૯૨ લાખની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરી હતી. મહિલાઓ જો પ્રૉપર્ટી ખરીદે તો તેમને સ્ટૅમ્પ ડ્યુટીમાં એક ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. અંજલિ તેન્ડુલકરે પણ એ ડિસ્કાઉન્ટનો લાભ મેળવ્યો હતો. સચિન તેન્ડુલકર અને અંજલિ તેન્ડુલકર પાસે ઑલરેડી મુંબઈમાં અનેક પ્રાઇમ પ્રૉપર્ટી છે તો તેમણે છેક વિરારમાં ફ્લૅટ શા માટે લીધો એવી ચર્ચાએ મુંબઈગરાઓમાં જોર પકડ્યું છે.