સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારનાં હિન્દી શિક્ષિકા-લેખિકાની અનેરી સિદ્ધિ

05 October, 2012 04:54 AM IST  | 

સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારનાં હિન્દી શિક્ષિકા-લેખિકાની અનેરી સિદ્ધિ

દુનિયાભરમાં હિન્દી ભાષામાં ખૂબ જ નામ ધરાવતા ફક્ત દસ જ જણને સ્પીચ આપવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ દસમાં એક અનીતા ઠક્કર હતાં. આ સંમેલનમાં લગભગ બાર દેશ સહભાગી થયા હતા. ભારતમાંથી પાંચ જણને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. અનીતા ઠક્કરે ‘સૂચના પ્રૌદ્યોગિકી : દેવનાગરી લિપિ ઔર હિન્દી કા સામથ્ર્ય’ વિષય પર પ્રવચન આપ્યું હતું. જોહનિસબર્ગમાં ડૉ. અનીતા ઠક્કરે લખેલા પુસ્તક ‘મશાલ’ને રાજ્ય મંત્રી (વિદેશ મંત્રાલય) પ્રણીતિ કૌરે લોકાર્પણ કર્યું હતું.

મીરા રોડના સૃષ્ટિ વિસ્તારમાં રહેતાં અનીતા ઠક્કરે હિન્દીમાં પુસ્તકો લખવા ઉપરાંત રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ-વર્ધાની માસિક પત્રિકાનાં તેઓ લેખિકા પણ છે. અનીતા ઠક્કરના પતિ વિજય ઠક્કર પ્રખ્યાત ઍસ્ટ્રોલૉજર છે. ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારનાં અનીતા ઠક્કર બાળપણથી ગુજરાતી સમાજ સાથે સંકળાયેલાં છે અને લગ્ન પણ ગુજરાતી વ્યક્તિ સાથે જ કયાર઼્ છે. અનીતા ઠક્કરે કહ્યું હતું કે ‘જુદા-જુદા દેશો સામે આપણે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ એ એક ગર્વની વાત તો છે જ, સાથે એક રીતે દેશનો વિકાસ પણ છે. હું ગુજરાતી નથી, પણ મારો ગુજરાતી ભાષા પર પણ કમાન્ડ છે. દેશનું નામ આગળ વધારવું એ જ મારું ધ્યેય છે.’