પ્રાઇવેટ હૉસ્પિટલમાં અનિલ દેશમુખે સારવાર કરાવવાની જરૂર નથી : ઈડીએ કર્યો વિરોધ

10 May, 2022 09:27 AM IST  |  Mumbai | Agency

વકીલ અનિકેત નિકમે દલીલ કરી હતી કે અનિલ દેશમુખને તેમની પસંદગીની હૉસ્પિટલ અને ડૉક્ટર પાસે મેડિકલ સારવાર કરાવવાનો અધિકાર છે.

અનિલ દેશમુખ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ખાનગી હૉસ્પિટલમાં સારવારની પરવાનગી માગતી યાચિકા સામે સોમવારે વિરોધ નોંધાવ્યો હતો.
ઈડીએ કહ્યું હતું કે તેઓ મુંબઈની સરકારી જેજે હૉસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.
ઈડીએ વધુમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનની જ્યાં સારવાર કરાઈ હતી એ જેજે હૉસ્પિટલના ડૉક્ટરોએ તેમના ખભાની સર્જરીનું સૂચન કર્યું હતું, પણ એ માટે ઉતાવળ કરવાની જરૂર નથી.
સાથે જ એણે દાવો કર્યો હતો કે જેજે હૉસ્પિટલના ડૉક્ટર્સ અત્યાધુનિક ઉપકરણો ધરાવે છે અને સર્જરી કરવા માટેની યોગ્યતા ધરાવતા હોવાથી અનિલ દેશમુખે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.
જોકે તેમના વકીલ અનિકેત નિકમે દલીલ કરી હતી કે અનિલ દેશમુખને તેમની પસંદગીની હૉસ્પિટલ અને ડૉક્ટર પાસે મેડિકલ સારવાર કરાવવાનો અધિકાર છે.
સ્પેશ્યલ કોર્ટ આ મામલે મંગળવારે ફેંસલો સંભળાવશે. ભૂતપૂર્વ પ્રધાનની ગયા નવેમ્બર મહિનામાં ઈડીએ મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરી એ પછી હાલ તેઓ જુડિશ્યલ કસ્ટડીમાં છે.

Mumbai mumbai news anil deshmukh