રસ્તાની વચ્ચે પડેલા કચરાથી રહેવાસીઓ હેરાન-પરેશાન

15 November, 2014 05:59 AM IST  | 

રસ્તાની વચ્ચે પડેલા કચરાથી રહેવાસીઓ હેરાન-પરેશાન

કચરાને કારણે રસ્તા પર ગંદકી ફેલાય છે. આવી ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહે છે.આ વિસ્તારમાં રહેતા ધþુમિલ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં કેટલાય સમયથી રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓ તથા અન્ય કચરો પડેલાં છે. અહીંથી પસાર થતાં ગંદી વાસ આવે છે અને કચરો પગમાં આવે છે. એને કારણે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે. સુધરાઈને ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અહીંથી પસાર થતા લોકો આવી ગંદકીને કારણે બીમાર પડવાના પણ ચાન્સિસ રહે છે. હવે સુધરાઈ અહીં પડેલા કચરાનો નિકાલ કરી રસ્તાની યોગ્ય સફાઈ કરે જેથી અહીંથી પસાર થતા રાહદારીઓ તથા આ વિસ્તારમાં રહેતા લોકોને રાહત થાય.’