વિરાર સ્ટેશને આરપીએફની જવાને મહિલાને મોતના મુખમાંથી બચાવી

14 January, 2023 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘વિરાર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પરથી એક યુવતી લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લપસીને નીચે પડી ગઈ હતી.

વિરાર સ્ટેશને આરપીએફની જવાને મહિલાને મોતના મુખમાંથી બચાવી


મુંબઈ : તાજેતરમાં મલાડની એક ‌શિક્ષ‌િકાએ ટ્રેનમાં ચડવા જતાં જીવ ગુમાવ્યો હતો ત્યારે વિરારમાં હેડ કૉન્સ્ટેબલ યામિની કાંત મિશ્રાએ સાવચેતી બતાવીને વિરાર સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘વિરાર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પરથી સવારે ૮.૦૭ વાગ્યે ૨૭ વર્ષની નેહા અંકેશ ચાલતી લોકલ ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે લપસીને નીચે પડી ગઈ હતી. તે ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપમાં જતી હતી ત્યારે ત્યાં ફરજ બજાવી રહેલી હેડ કૉન્સ્ટેબલ યામિની કાંત મિશ્રાએ ઝડપથી દોડીને તેને ચાલતી ટ્રેનથી દૂર ખેંચી લીધી હતી. નેહાને બચાવ્યા પછી હેડ કૉન્સ્ટેબલે તેને બેન્ચ પર બેસાડી હતા અને તેની પીઠ પર થયેલી ઈજા માટે પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરી આપી હતી. મહિલા મુસાફરે તેનો જીવ બચાવવા માટે યામિનીનો આભાર માન્યો હતો.’

mumbai news mumbai malad virar