મુંબઈમાં ફરી કૉન્ગ્રેસના અમીન પટેલ ૮૧ ટકા સાથે અવ્વલ આવ્યા

27 July, 2022 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક એનજીઓએ જાહેર કરેલા રિપોર્ટ કાર્ડ મુજબ બીજેપીના વિધાનસભ્ય અને સ્પીકર રાહુલ નાર્વેકર તથા મંગલ પ્રભાત લોઢા ૩૧ ટકા સાથે બૉટમ પાંચમાં

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ વિધાનસભ્યોની કામગીરી બાબતે પ્રજા ફાઉન્ડેશન નામની સંસ્થાએ ગઈ કાલે પુસ્તક જારી કર્યું હતું. એમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલ પહેલા, બીજેપીના પરાગ અળવણી બીજા અને શિવસેનાના સુનીલ પ્રભુ ત્રીજા નંબરે રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આવી જ રીતે શિવસેનાના રવીન્દ્ર વાયકર, પ્રકાશ સુર્વે, બીજેપીના મંગલ પ્રભાત લોઢા અને રાહુલ નાર્વેકર છેલ્લા નંબરે રહ્યા છે.
પ્રજા ફાઉન્ડેશને મુંબઈના વિધાનસભ્યોએ છેલ્લાં બે વર્ષમાં કરેલા કામ અને વિધાનસભામાં તેમણે પૂછેલા પ્રશ્નોના આધારે પુસ્તક જારી કર્યું છે. ૨૦૧૯ના શિયાળુ સત્રથી ૨૦૨૧ના ચોમાસુ સત્ર સુધીના સમયગાળાને આ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે, જેમાં પાંચ પ્રધાનોને બાદ કરીને ૩૧ વિધાનસભ્યોના કામકાજને મૂલવવામાં આવ્યું છે.
ટૉપ પાંચ વિધાનસભ્યો
અમીન પટેલ (કૉન્ગ્રેસ) ૮૧.૪૩ ટકા
પરાગ અળવણી (બીજેપી) ૭૯.૯૬ ટકા
સુનીલ પ્રભુ (શિવસેના ) ૭૭.૧૯ ટકા
અમિત સાટમ (બીજેપી) ૭૫.૫૭ ટકા
અતુલ ભાતખળકર (બીજેપી) ૭૩.૬૧ ટકા
બૉટમના પાંચ વિધાનસભ્યો
રવીન્દ્ર વાયકર (શિવસેના) ૨૮.૫૨ ટકા
પ્રકાશ સુર્વે (શિવસેના) ૨૯.૭૬ ટકા
રાહુલ નાર્વેકર (બીજેપી) ૩૧ ટકા
મંગલ પ્રભાત લોઢા (બીજેપી) ૩૧.૪૯ ટકા
ઝિશાન સિદ્દીકી (કૉન્ગ્રેસ) ૩૨.૫૪ ટકા

mumbai news congress