GSTના ઘટાડાની જાહેરાતને પગલે અમૂલે ૭૦૦થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા

21 September, 2025 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમૂલ ગોલ્ડ દૂધમાં ૩ રૂપિયા, બટરમાં ૨૦ રૂપિયા અને ઘીમાં ૪૦ રૂપિયાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

બાવીસમી સપ્ટેમ્બરથી અમૂલે દૂધ, દહીં, પનીર, આઇસક્રીમ અને બટર સહિત ૭૦૦થી વધુ ડેરી પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. તાજેતરમાં GST સુધારાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બટર પ્રતિ ૧૦૦ ગ્રામના ૬૨ રૂપિયાને બદલે ૫૮ રૂપિયામાં મળશે. ઘી પ્રતિ લિટર ૬૫૦ રૂપિયાથી ઘટીને ૬૧૦ રૂપિયામાં મળશે. ૨૦૦ ગ્રામ પનીર જે પહેલાં ૯૯ રૂપિયામાં મળતું હતું એના ઘટીને ૯૫ રૂપિયા થશે. 

mumbai news mumbai goods and services tax amul business news