કુર્લાની શૉપમાંથી આઠ લાખના મોબાઇલ ચોરાયા

08 June, 2020 03:44 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કુર્લાની શૉપમાંથી આઠ લાખના મોબાઇલ ચોરાયા

આઠ લાખના મોબાઇલ ચોરાયા

મુલુંડના સર્વોદયનગરમાં રહેતા વિવેક નવીન સત્રા કુર્લા (વેસ્ટ)માં સ્ટેશન રોડ પર ટૉપ-10 મોબાઇલ શૉપ ધરાવે છે. તેમની દુકાનમાંથી શનિવારે રાતે ૭.૯૯ લાખના બાવન મોબાઇલની ચોરી થઈ હતી. આ બાબતે તેમણે કુર્લા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ઘરાકી ન હોવાથી વિવેક સત્રાએ શનિવારે સાંજે ૪ વાગ્યે દુકાન વધાવી લીધી હતી અને ઘરે ચાલ્યા ગયા હતા. રવિવારે સવારે તે દુકાને ૧૦ વાગ્યે આવ્યા ત્યારે જાણ થઈ હતી કે દુકાનના શટરમાં ગૅસકટરની મદદથી પતરું કાપીને કાણું પાડવામાં આવ્યું હતું. એથી તેમણે આ બાબતે કુર્લા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ આવ્યા બાદ તપાસ કરતાં દુકાનમાંથી કુલ ૭,૯૯,૪૬૫ રૂપિયાના બાવન મોબાઇલ ચોરાયા હતા. ચોર દુકાનમાં લગાડેલા સીસીટીવી કૅમેરા અને એનું રેકૉર્ડિંગ કરતું ડીવીઆર પણ ચોરી ગયો હતો. કુર્લા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરી છે.

kurla mumbai mumbai news Crime News mumbai crime news