ગુજરાતી યુવાને પત્નીનું મંગળસૂત્ર વેચીને ખરીદેલી બાઇક કોઈકે સળગાવી દીધી

14 November, 2014 05:51 AM IST  | 

ગુજરાતી યુવાને પત્નીનું મંગળસૂત્ર વેચીને ખરીદેલી બાઇક કોઈકે સળગાવી દીધી



આ ઘટનાને કારણે અમિત અને તેનો પરિવાર ભારે આઘાતમાં છે. ઘટના બની હોવા છતાં પોલીસ ફરિયાદ લેવા પણ તૈયાર નહોતી.

આખી ઘટના વિશે માહિતી આપતાં અમિત સોસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું DIGI સ્પેસ કેબલનું કામકાજ કરું છું એથી બાઇક પર જ્યાં-ત્યાં જવું ફરજિયાત હતું. જોકે કમરના પ્રૉબ્લેમને કારણે બાઇક ચલાવી નહોતો શકતો અને એના કારણે આર્થિક પ્રૉબ્લેમ વધુ ઊભા થાય એથી મારી પત્નીએ મને તેનું મંગળસૂત્ર વેચીને બાઇક લેવાનું જણાવ્યું હતું.’

મારા કઝિનની અવેન્જર બાઇક મેં ચલાવી હતી અને મને એ ફાવી જતાં મેં એ બાઇક ખરીદી હતી અને ફરી મારું કામ રાબેતા મુજબ શરૂ કર્યું હતું. મારા ઘરથી થોડે દૂર પાર્ક કરેલી બાઇકને અચાનક રાતે કોઈકે સળગાવી દેતાં પાસે આવેલા ઘરને પણ નુકસાન થવાનું હતું, પણ ત્યાં રહેતી એક વ્યક્તિએ જોઈ લેતાં તેણે મને આવીને કહ્યું હતું. આસપાસના રહેવાસીઓ પાણી નાખીને આગ પર કાબૂ લાવ્યા હતા, પણ એટલી વારમાં તો બાઇકને ખૂબ નુકસાન થઈ ગયું હતું. આ કામ જેણે કર્યું હોઈ શકે તેનું નામ અને ફરિયાદ પોલીસમાં આપવા ગયા તો એણે એમાં કોઈ રસ દેખાડ્યો જ નહીં અને ફક્ત નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (NC) નોંધીને મને રવાના કરી દીધો હતો.’