મુંબઈની ઍમ્બ્યુલન્સો અને રસ્તાઓ સેનિટાઇઝ કરાયાં

29 March, 2020 08:51 AM IST  |  Mumbai Desk | PTI

મુંબઈની ઍમ્બ્યુલન્સો અને રસ્તાઓ સેનિટાઇઝ કરાયાં

પ્રતીકાત્મક તસવીર

કોવિદ-૧૯ લૉકડાઉન દરમ્યાન બીએમસીએ ગઈ કાલે શહેરના વિવિધ વિસ્તારોના ૨૩ રસ્તાઓને સેનિટાઇઝ કર્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કુલ ૧૬૦ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ ૬૩ મુંબઈમાં છે. પાલિકાએ ક્વૉરન્ટીન સુવિધા તરીકે ઉપયોગમાં લેવાતી સેવન હિલ્સ હૉસ્પિટલને પણ સેનિટાઇઝ કરી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

હૉસ્પિટલમાં પાર્ક કરાયેલાં વાહનો અને ક્વૉરન્ટીન કરાયેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના લગેજને અને કસ્તુરબા હૉસ્પિટલમાં કોરોના પૉઝિટિવ પેશન્ટને લઈ જવાના ઉપયોગમાં આવનારી ૩૬૨ ઍમ્બ્યુલન્સ પણ સેનિટાઇઝ કરાઈ હતી.

mumbai mumbai news coronavirus covid19