અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે

22 May, 2016 05:34 AM IST  | 

અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે




ટૉય-ટ્રેન ચલાવતી સેન્ટ્રલ રેલવેએ આ સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી આપી છે.

સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ આદેશ આપ્યો છે કે અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન સર્વિસ બંધ નહીં થાય. જ્યાં સુધી ટ્રેન દોડાવવાની સલામતીનો પ્રશ્ન છે ત્યાં સુધી આ વિભાગમાં ટ્રેન-સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવશે.’

૧૦૯ વર્ષ જૂની આ ટૉય-ટ્રેનની સર્વિસ માથેરાનની ખાસિયત છે. બે મે અને સાત મેએ ટ્રેન પાટા પરથી ખડી પડતાં આ અઠવાડિયે અગાઉ રદ કરવામાં આવી હતી અને આ અકસ્માતો પાછળનું કારણ જાણવા સેન્ટ્રલ રેલવેએ તપાસ સમિતિ નીમી છે.

નેરળ-માથેરાન લાઇટ રેલવે ૧૯૦૧ અને ૧૯૦૭ વચ્ચે આદમજી પીરભોય નામના એક ભારતીય બિઝનેસમૅન અને દાનવીરે ૧૬ લાખ રૂપિયાને ખર્ચે બાંધી હતી.