મુંબઈના લગભગ પચાસ ટકા મોબાઇલ ટાવર છે ગેરકાનૂની

28 July, 2012 05:17 AM IST  | 

મુંબઈના લગભગ પચાસ ટકા મોબાઇલ ટાવર છે ગેરકાનૂની

મળતી માહિતી પ્રમાણે શહેરમાં આ જેટલા મોબાઇલ ટાવર છે એમાંથી લગભગ પચાસ ટકા જેટલા એટલે કે અંદાજે ૧૮૩૦ મોબાઇલ ટાવર ગેરકાનૂની છે. સુધરાઈએ ગયા જૂન મહિનામાં શહેરમાં રહેલા મોબાઇલ ટાવરો વિશે એક સર્વે કર્યો હતો, જેમાં આ ચોંકાવનારી માહિતી મળી હતી. આમ છતાં સુધરાઈ આ હકીકતને છાવરી રહી છે અને છેલ્લા ૧૩ મહિનામાં આ સમસ્યા સામે કોઈ નક્કર પગલાં નથી લીધાં. છેલ્લી માહિતી પ્રમાણે સુધરાઈએ આટલાબધા ગેરકાનૂની ટાવરોમાંથી માત્ર ૧૪૦ મોબાઇલ ટાવર વિરુદ્ધ જ પગલાં લીધાં છે. જોકે સુધરાઈના અધિકારીઓએ તેમના આ વલણ પાછળનાં કારણોની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હકીકતમાં ટાવર-ઑપરેટરોએ બૉમ્બે હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી હોવાથી કાયદાકીય રીતે અમારા હાથ બંધાઈ ગયા છે એટલે અમે ગેરકાનૂની મોબાઇલ ટાવર-ઑપરેટરો વિરુદ્ધ હાલના તબક્કે કોઈ પગલાં લઈ શકીએ એમ નથી.