રાજ્યની તમામ કોર્ટ પૂરી ક્ષમતામાં કાર્યરત

02 December, 2020 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યની તમામ કોર્ટ પૂરી ક્ષમતામાં કાર્યરત

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સમયમાં આઠ મહિના સુધી રાજ્યની તમામ કોર્ટ ગઈ કાલથી પૂર્ણપણે શરૂ થઈ ગઈ હતી. હાઈ કોર્ટે આ બાબતનો નિર્દેશ આપ્યો હતો. જોકે પુણેની કોર્ટ શરૂ થવામાં હજી થોડો સમય લાગી શકે છે. યુવા વકીલો કોર્ટ બંધ હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાથી તેમણે હાઈ કોર્ટમાં વહેલાસર સવાર અને બપોર બાદ એમ બે સત્રમાં કોર્ટ શરૂ કરવાની માગણી કરી હતી.

બૉમ્બે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ ગઈ કાલથી રાજ્યની તમામ કોર્ટ બે સત્રમાં ચાલુ કરવાનો આદેશ અપાયો હતો. દરેક શિફ્ટ અઢી કલાકની હશે. સવારે ૧૧થી બપોરના ૧.૩૦ અને બપોરે ૨ વાગ્યાથી સાંજે ૪.૩૦ વાગ્યા સુધીનો કોર્ટનો કામકાજનો સમય રહેશે. કોર્ટમાં જસ્ટિસ અને કોર્ટના કર્મચારીઓ ૧૦૦ ટકા એટલે કે બધાને જ કામ પર આવવાની પરવાનગી અપાઈ છે.

mumbai mumbai news mahabharat