03 May, 2025 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતીય વેધશાળા મુજબ ગઈ કાલે ભારતનું સૌથી ગરમ શહેર મહારાષ્ટ્રનું અકોલા રહ્યું હતું, જ્યાં સૌથી વધુ ૪૪.૯ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. અકોલા ઉપરાંત મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડામાં પણ ગઈ કાલે સખત ગરમી રહેવાને પગલે હીટવેવ અનુભવાઈ હતી. સામાન્ય રીતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અકોલામાં ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. એમાં ગઈ કાલે ૨.૨ ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના જ સોલાપુરમાં ૪૪.૭ ડિગ્રી, પરભણીમાં ૪૪.૧ ડિગ્રી અને અમરાવતીમાં ૪૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં ૩૪ ડિગ્રી જેટલું તાપમાન રહ્યું હતું.