ઈવીએમ પર વિશ્વાસ રાખો, રાજ્યમાં બૅલટ પેપરથી મતદાન નહીં થાય: અજિત પવાર

12 February, 2021 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈવીએમ પર વિશ્વાસ રાખો, રાજ્યમાં બૅલટ પેપરથી મતદાન નહીં થાય: અજિત પવાર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે ઈવીએમમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્ય સરકાર ચૂંટણીમાં બૅલટ પેપરનો ઉપયોગ ફરી શરૂ કરવાની યોજના ધરાવતી નથી.

પત્રકારો સાથે વાત કરતાં એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું હતું કે ઈવીએમની કામગીરી ઘણી સારી છે, પણ એ હંમેશાં હારનારા પક્ષની ટીકાનો ભોગ બનતાં રહ્યાં છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદેથી રાજીનામું આપતાં પહેલાં નાના પટોલે (હવે રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ)એ વિધાનસભાને સ્થાનિક કે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ઈવીએમ કે બૅલટ પેપરનો વિકલ્પ પસંદ કરવાની છૂટ આપે એવો કાયદો ઘડવા કહ્યું હતું.

આ સંબંધે અજિત પવારે કહ્યું હતું કે ‘પ્રત્યેક વ્યક્તિનો પોતાનો મત હોય છે. ઈવીએમના ઉપયોગ વિશે તેમની અને મારી વિચારવાની રીત જુદી-જુદી છે.’

mumbai mumbai news ajit pawar