અજિત પવાર ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનવા તૈયાર, અંતિમ નિર્ણય પવારના હાથમાં

11 December, 2019 11:57 AM IST  |  Mumbai

અજિત પવાર ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનવા તૈયાર, અંતિમ નિર્ણય પવારના હાથમાં

અજીત પવાર

(જી.એન.એસ.) મહારાષ્ટ્રમાં શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપીની સરકાર બને ૧૧ દિવસ થઈ ગયા પણ હજી સુધી પ્રધાનોને વિભાગની વહેંચણી થઈ નથી અને ડેપ્યુટી સીએમની પણ જાહેરાત થઈ નથી. દરમ્યાન અજિત પવારે ડેપ્યુટી સીએમ પદ પર પોતાનો દાવો ઠોકી દીધો છે. પવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો મને ડેપ્યુટી સીએમ તરીકે જોવા માગે છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર કરશે.

આ પહેલાં રવિવારે એક લગ્ન સમારોહમાં બીજેપીના નેતા અને ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવાર ભેગા થઈ ગયા હતા. બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી અને એ પછી અજિત પવારનુ ડેપ્યુટી સીએમ બનવાની ઈચ્છા દર્શાવતું નિવેદન આવ્યું છે. જોકે અજિત પવારે આ સંદર્ભે કહ્યું હતું કે મારી અને ફડણવીસ વચ્ચે માત્ર ખબરઅંતર પૂછવાની વાતચીત થઈ છે.

જોકે એનસીપીના સૂત્રોનું કહેવું છે કે અજિત પવારે ચૂપચાપ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે લીધેલા શપથ બાદ હવે પાર્ટી અધ્યક્ષ શરદ પવાર તેમને ડેપ્યુટી સીએમ બનાવતા ખચકાઈ રહ્યા છે.

જોકે એનસીપીના છગન ભુજબળ અને નવાબ મલિક જેવા નેતાઓ અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની તરફેણમાં છે.

maharashtra ajit pawar sharad pawar