મહારાષ્ટ્ર: અજિત પવાર વધશે મુશ્કેલીઓ, મની લૉન્ડ્રિંગ મામલે તપાસ કરશે ED

18 October, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્ર: અજિત પવાર વધશે મુશ્કેલીઓ, મની લૉન્ડ્રિંગ મામલે તપાસ કરશે ED

અજિત પવાર

વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમ હેઠળ 12 પ્રૉજેક્ટ્સમાં કથિત અનિયમિતતાઓ સંબંધે પ્રવર્તન નિદેશાલય (ED)એ મહારાષ્ટ્ર સિંચાઇ વિભાગના વિભિન્ન નિગમો વરુદ્ધ મની લૉન્ડ્રિંગના આરોપની તપાસ શરૂ કરી છે. આ મામલે માહિતી ધરાવનારાઓએ આ વાતની જાણ કરી છે.

ઇડીના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, "જળ સંસાધન વિભાગના અધિકારીઓને બંધ પરિયોજનાઓ માટે, સંશોધિત પ્રશાસનિક સ્વીકૃતિ, 1999 અને 2009 વચ્ચે વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમ, કૃષ્ણા ઘાટી સિંચાઇ પરિયોજના અને કોંકણ સિંચાઇ વિકાસ નિગમ સાથે જોડાયેલા ઠેકેદારોને ચૂકવાયેલા બિલની માગ કરી છે."

2012માં વિભાગમાં અનિયમિતતાઓ સામે આવ્યા પછી તપાસ ઉપ મુખ્યમંત્રી અજિત પવારને શંકામાં લાવી શકે છે. પવાર 1999થી 2009 દરમિયાન જળ સંસાધન મંત્રી હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (ACB)એ ડિપ્ટી સીએણને ક્લીન ચિટ આપી હતી, જેમના વિરુદ્ધ 27 નવેમ્બરે ઉચ્ચ ન્યાયાલયમાં એક ફરિયાદ નોંધાઇ હતી. 28 નવેમ્બરે સરકાર બની હતી.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જળ સંરક્ષણ પરિયોજના, જળયુક્ત શિવહર અભિયાનની તપાસના આદેશ આપનારી ઉદ્ધવ ઠાકરેની આગેવાની ધરાવતી મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) સરકાર સાથે તપાસના સંબંધ છે.

મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા પવાર અને અન્યને 25,000 કરોડના મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્કોમાં અનિયમિતતા મામલે ક્લીન ચિટ આપવાના અમુક અઠવાડિટા પછી આ મામલો સામે આવ્યો છે. EOWએ ગયા મહિના આ મામલે એક ક્લોઝિંગ રિપોર્ટ નોંધાવ્યો હતો, આને સિવિલ મામલો જણાવ્યો. ઇડીએ કોર્ટમાં ઇઓડબલ્યૂના પગલાનો વિરોધ કર્યો છે.

શનિવારે સોલાપુર અને પુણે જિલ્લાના પૂરગ્રસ્ત ક્ષેત્રોની વિઝિટ કરી રહેલા પવારે ઇડીની તપાસ પર ટિપ્પણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે જળયુક્ત શિવહરમાં કોઇપણ તપાસના આદેશ આપવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે, "કેબિનેટમાં કેટલાક મંત્રીઓએ મુદ્દો ઉઠાવ્યે કે જો સીએજીએ પોતે આના પર (જળયુક્ત શિવહર પર) પ્રશ્નો ઉઠાવ્યા છે તો, જે મહાત્વાકાંક્ષી પરિયોજના પર કરોડો રૂપિયા ખર્ચ કરાવમાં આ્યા હતા, તેની તપાસ થવી જોઇએ. માટે જ, મુખ્યમંત્રીએ એક વિશેષ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના માધ્યમથી આ અંગે ખુલ્લી તપાસનો આદેશ આપ્યો છે." પવારે સંવાદદાતાઓને કહ્યું, "આમાં કોઇના વિરુદ્ધ કોઈ ભાવના નથી."

શિવસેના નેતા અને ત્રણ પાર્ટી ગઠબંધનના વાસ્તુકારોમાંના એક સંજય રાઉતે તપાસ અંગે ટિપ્પણી કરવાની ના પાડી દીધી અને તેમણે કહ્યું કે, "આ મારી માટે યોગ્ય નહીં હોય કે હું આનો જવાબ આપું. રાજ્ય સરકાર આનો જવાબ આપશે. મને ખબર છે કે રાજ્ય સરકારની તપાસ એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે."

maharashtra ajit pawar