ફ્લાઈટના આઠથી દસ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે?

28 October, 2020 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્લાઈટના આઠથી દસ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે?

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થતો હોવાથી પાલિકા અને રાજ્ય સરકાર વિવિધ પગલા લઈ રહી છે એવામાં એરપોર્ટમાં પણ કોવિડ-19 ટેસ્ટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યુ છે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં કોવિડ ટેસ્ટની સુવિધા રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત 3340 પ્રવાસીઓનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે જેમાં 2930 પુરુષો અને 400 મહિલાઓનો સમાવેશ છે. સરેરાશ 100 પ્રવાસીઓનું ટેસ્ટ દરરોજ કરવામાં આવી રહ્યુ છે. અત્યારસુધી આ સુવિધા વિદેશથી મુંબઈ આવનાર પ્રવાસીઓ માટે હતી.

જોકે હવે વિદેશ જનારા અને તેમ જ જે લોકો પ્રવાસીઓને મૂકવા માટે આવે છે તે લોકો પણ ટેસ્ટ કરાવી શકશે. પ્રવાસીઓને રિપોર્ટ આઠ કલાક બાદ મળશે, તેથી પ્રવાસીઓએ આઠથી 12 કલાક પહેલા એરપોર્ટમાં આવવુ પડશે.

તેમ જ એરપોર્ટમાં આરટી-પીસીઆર ટેસ્ટ પર શરૂ કરવામાં આવી છે. પહેલા આ સુવિધા ‘વંદે ભારત’ અભિયાન અંતર્ગત આવનારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હતી. જોકે હવે આ સુવિધાને વિસ્તારીને મુંબઈની બહાર જનારા દરેક નાગરિકો માટે આ ટેસ્ટની સુવિધા એરપોર્ટમાં કરવામાં આવી છે.

mumbai airport mumbai news coronavirus covid19