પશ્ચિમ બંગાળ બાદ હવે કર્ણાટકે પણ મુંબઈથી ઊપડતી ટ્રેનોના સ્ટૉપેજ ઘટાડ્યા

24 July, 2020 07:03 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પશ્ચિમ બંગાળ બાદ હવે કર્ણાટકે પણ મુંબઈથી ઊપડતી ટ્રેનોના સ્ટૉપેજ ઘટાડ્યા

ફાઈલ તસવીર

કર્ણાટક સરકારે મુંબઈથી ઊપડતી ટ્રેનોની ગતિવિધિ નિયંત્રિત કરવા એનાં તમામ હૉલ્ટ (થોભવાનાં સ્થાનો) પર કાપ મૂક્યો છે. હવે આ ટ્રેનો માત્ર છેલ્લા સ્ટેશન – બૅન્ગલુરુ સિટી પર છેલ્લા સ્ટેશન તરીકે ઊભી રહેશે.

ક્રાન્તિવીર સાંગોલ્લી રાયન્ના (કેએસ) બૅન્ગલુરુ તરીકે ઓળખાતું સ્ટેશન એકમાત્ર સ્ટેશન છે જ્યાં રાજ્યનું સ્વાસ્થ્ય વહીવટી તંત્ર થર્મલ સ્ક્રીનિંગ અને ક્વૉરન્ટીન સ્ટૅમ્પિંગના કોવિડ-19ના પ્રોટોકૉલ્સ ધરાવે છે. સેન્ટ્રલ રેલવે (સીઆર)ની નોંધમાં પ્રવાસીઓને જાણ કરવામાં આવી હતી કે તેમણે મહામારીને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારની વિનંતીને અનુસરીને સ્પેશ્યલ ટ્રેન-નં. 01301 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ–કેએસઆર બૅન્ગલુરુ સ્પેશ્યલનાં સ્ટૉપેજ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન ૨૪ જુલાઈથી યેલાહંકા જંક્શન, બૅન્ગલુરુ ઈસ્ટ અને બૅન્ગલુરુ કૅન્ટોનમેન્ટ જેવાં સ્ટેશનો પર થોભશે નહીં.

mumbai mumbai news rajendra aklekar west bengal karnataka indian railways