વસઈની સ્કૂલને નવમા અને દસમા ધોરણના સ્ટુડન્ટ્સને બીજી સ્કૂલોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ

23 November, 2025 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકીના મૃત્યુ પછીની તપાસમાં સ્કૂલની અનેક ગેરરીતિ બહાર આવી

વસઈ-ઈસ્ટની સ્કૂલ

વસઈની સ્કૂલમાં ૧૦૦ ઊઠકબેઠકની સજા પછી થયેલા વિદ્યાર્થિનીના મૃત્યુની ઘટના પછી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સ્કૂલ સામે વ્યાપક તપાસ અને કાર્યવાહી કરી રહી છે, જેમાં સ્કૂલની અનેક ગેરરીતિઓ સામે આવી હતી. શુક્રવારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કૂલને નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલોમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સ્કૂલની તપાસમાં જાણવા મળ્યું હતું કે આઠમા ધોરણ સુધીની જ પરવાનગી હોવા છતાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ પણ હતા. અગાઉ આ સ્કૂલની બહાર એવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું કે આ સ્કૂલનું બિલ્ડિંગ ગેરકાયદે છે. થોડા દિવસ અગાઉ વિદ્યાર્થિનીના મૃત્યુ માટે આરોપી શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news mumbai vasai Crime News mumbai crime news Education