ઉદ્ધવ ઠાકરે! આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે: કંગના રનોટ

09 September, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરે! આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે: કંગના રનોટ

કંગના રનોટ, ઉદ્ધવ ઠાકરે

અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) શિવસૈનિકોના વિરોધ અને વાય પ્લસ શ્રેણીની સુર3 વચ્ચે આજે બપોરે મુંબઈ પહોંચી ગઈ છે. ઘરે આવ્યા પછી અભિનેત્રીએ સીધો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર પ્રહાર કર્યો છે. અભિનેત્રીએ ફરીવાર ટ્વીટર પર એક વીડિયપ પોસ્ટ કર્યો છે અને કહ્યું છે કે, 'ઉદ્ધવ ઠાકરે! આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે.'

કંગના રનોટે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, 'ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે, તે ફિલ્મ માફિયા સાથે મળીને મારું ઘર તોડયું તો મરી સાથે બહુ મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટયું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે તે હંમેશા એક જેવું નહીં રહે. મને લાગે છે તે મારા પર બહુ મોટું અહેસાન કર્યું છે. મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતે છે પણ આજે મે તેનો અનુભવ કર્યો. આજે હું દેશને વચન આપું છું કે ફક્ત અયોધ્યા પર જ નહીં કાશ્મીર પર પણ એક ફિલ્મ બનાવીશ અને આપણા દેશવાસીઓને જગાડીશ. કારણકે મને ખબર છે જે મારી સાથે થયું તેનો અર્થ છે. કોઈ અસર છે. અને ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આતંક મારી સાથે થયો છે તા સારું જ છે. કારણકે આનો કોઈક અર્થ છે. જય હિંદ, જય મહારાષ્ટ્ર.'

આ પહેલાં આજે અભિનેત્રીની માતા આશા રનોટે પણ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો હતો. આશા રનોટે ટ્વીટ કર્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે આજે તમે મારી દીકરી કંગનાની ઓફિસ નહીં પણ સ્વર્ગસ્થ બાળા સાહેબ ઠાકરેની આત્મા કચડી છે.

તમને જણાવી દઈએ કે, પાલિકાએ અભિનેત્રીની ઓફિસ તોડવાનું શરૂ કર્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે.

kangana ranaut uddhav thackeray mumbai mumbai news