રદ કરવામાં આવેલી ચલણી નોટો રાખવી અને એની લેવડદેવડ કરવી એ ગુનો ગણાશે

04 February, 2017 04:59 AM IST  | 

રદ કરવામાં આવેલી ચલણી નોટો રાખવી અને એની લેવડદેવડ કરવી એ ગુનો ગણાશે

ખરડામાં એવી જૂની નોટો જેની પાસેથી પકડાશે તેને ૧૦,૦૦૦ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

૨૦૧૬ના નવેમ્બર મહિનામાં કરવામાં આવેલા ડીમૉનેટોઇઝેશનમાં રદ કરવામાં આવેલી નોટોની બાબતમાં RBI અને સરકારની જવાબદારીઓ પર પૂર્ણવિરામ મૂકવાના ઉદ્દેશથી નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં ધ સ્પેસિફાઇડ બૅન્ક નોટ્સ (સેસેશન ઑફ લાયેબિલિટીઝ) બિલ રજૂ કર્યું હતું. તૃણમૂલ કૉન્ગ્રેસે એનો જોરદાર વિરોધ કરતાં ખરડાને ગેરકાયદે અને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો હતો.

આ ખરડો પસાર થઈ ગયા પછી એ ગઈ ૩૦ ડિસેમ્બરના વટહુકમનું સ્થાન લેશે. એ વટહુકમમાં રદ કરવામાં આવેલી ૧૦ કરતાં વધારે કરન્સી નોટ રાખનારને ૧૦,૦૦૦ રૂપિયા અથવા પકડાતી રકમના પાંચગણા બન્નેમાંથી જે વધારે હોય એ રકમનો દંડ કરવાની જોગવાઈ છે.