આર્યન ખાનને જામની મળતા વકીલ બોલ્યા, ગોડ ઇઝ ગ્રેટ

28 October, 2021 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જામીનનો ચુકાદો હાઇકોર્ટના ભરચક હોલમાં ત્રણ દિવસ સુધી ચાલેલી 9 કલાકથી વધુ સુનાવણી પછી આવ્યો હતો.

ફાઇલ ફોટો

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપ્યા હતા, જેમની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દરોડા પાડવામાં આવેલ ક્રુઝ શિપ રેવ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણેયને શરતી જામીન આપતા જસ્ટિસ એન.ડબલ્યુ. સામ્બ્રેએ ઓપરેટિવ ઓર્ડર પસાર કર્યો હતો અને વિગતવાર ઓર્ડર શુક્રવારે અપેક્ષિત છે.

તદનુસાર ખાન, મર્ચન્ટ અને ધામેચાની ત્રણેય જ્યાં સુધી કોર્ટનો આદેશ ન મળે ત્યાં સુધી જેલમાંથી બહાર નહીં નીકળે, એમ બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું.

જામીનનો ચુકાદો હાઇકોર્ટના ભરચક હોલમાં ત્રણ દિવસ સુધી ચાલેલી 9 કલાકથી વધુ સુનાવણી પછી આવ્યો હતો.

“ઉચ્ચ અદાલતે આર્યન, અરબાઝ અને મુનમુનને જામીન મંજૂર કર્યા છે.” ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ, વિજયી મુકુલ રોહતગીએ જણાવ્યું હતું, જેમણે ત્રણ દિવસની નિર્ણાયક દલીલોમાં બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાનના પુત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આર્યનના એડવોકેટ-ઓન-રેકોર્ડ, સતીશ માનેશિંદે, ઉપરની તરફ જોયું અને ટૂંકમાં ટિપ્પણી કરી હતી કે “ભગવાન મહાન છે. (ગોડ ઇઝ ગ્રેટ)”

રોહતગીએ વિગતવાર જામીનનો આદેશ ન મળે ત્યાં સુધી વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મંત્રી નવાબ મલિકે જામીનના આદેશનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની ધરપકડના પહેલા જ દિવસે તેમને જામીન મળવા જોઈતા હતા.

“એનસીબીએ તદ્દન ખોટો કેસ રચ્યો છે... તેઓ આરોપીઓને જામીન નકારવા માટે તેમનું વલણ બદલતા રહ્યા છે. આ એક ‘ફરઝીવાડો’  છે જે કોર્ટની તપાસ સામે ટકી શકશે નહીં.” મલિકે ભારપૂર્વક જણાવ્યું હતું.

NCBએ કોર્ડેલિયા ક્રૂઝ જહાજમાં કથિત રેવ પાર્ટી પર દરોડા પાડ્યા ત્યારે ૨ ઑક્ટોબરના રોજ ત્રણેય આરોપીની અન્ય પાંચ લોકોની સાથે અટકાયત કરવામાં આવી હતી.

બીજા દિવસે (3 ઓક્ટોબર) તેમની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા 27 દિવસથી તેઓ તેમના ઘરથી દૂર હતા.

પાછળથી, તપાસ દરમિયાન, એનસીબીએ અન્ય 12 વધુ લોકોને પકડ્યા હતા જેમાંથી કેટલાકને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

mumbai news bombay high court aryan khan