દસ્તૂરીનાકાથી માથેરાન રેલબસ સર્વિસ શરૂ થશે

04 January, 2012 05:10 AM IST  | 

દસ્તૂરીનાકાથી માથેરાન રેલબસ સર્વિસ શરૂ થશે

 

સહેલાણીઓ સાથે ત્યાં વસતા રહેવાસીઓની અવરજવર માટે રેલબસ સર્વિસ લાભદાયી પુરવાર થશે એવું એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)નું માનવું છે.

એક વર્ષ પહેલાં એમઅમઆરડીએએ સેન્ટ્રલ રેલવેને બંધ પડેલી રેલબસ સર્વિસ શરૂ કરવાની અરજી કરી હતી. દસ્તૂરીનાકાથી માથેરાન માટે ટૉય-ટ્રેનને બાદ કરતાં બીજી કોઈ ટ્રાન્સપોર્ટ સર્વિસ ન હોવાને કારણે આ માગણી કરવામાં આવી હતી. એક સિનિયર ઑફિસરના જણાવ્યા મુજબ આ યોજના માટે એમઅમઆરડીએએ પાંચ કરોડ રૂપિયા સેન્ટ્રલ રેલવેમાં ડિપોઝિટ કરાવ્યા છે. ૮૦ વર્ષ જૂની રેલબસ સ્પેર પાર્ટ્સના અભાવને કારણે ફરી શરૂ નહીં થઈ શકવાને કારણે સેન્ટ્રલ રેલવેએ રેલબસ સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર મગાવ્યાં છે.