કોરોના વૅક્સિનનું બ્લેક માર્કેટિંગ ન થાય એના માટે પ્રશાસન સજ્જ

04 January, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિનનું બ્લેક માર્કેટિંગ ન થાય એના માટે પ્રશાસન સજ્જ

રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ

કોરોના વાઇરસ પ્રતિકારક રસી આપવામાં ડૉક્ટર્સ, નર્સિસ અને પેરામેડિકલ પ્રોફેશનલ્સ સહિતના હેલ્થ વર્કર્સ અને પોલીસ તંત્રને પ્રાથમિકતા આપવામાં આવનાર હોવાનું રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું. રસીનું કાળાબજાર રોકવાના પગલાં લેવામાં આવનાર હોવાનું પણ અનિલ દેશમુખે જણાવ્યું હતું.

બે વૅક્સિન્સને ડ્રગ કન્ટ્રોલરની મંજૂરી મળી જતાં મહારાષ્ટ્રમાં પણ વૅક્સિનેશનના પ્લાનિંગની શરૂઆત થઈ છે. એ સંદર્ભમાં અનિલ દેશમુખે જણાવ્યું હતું કે  ‘૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન જેવી કો-મોર્બિડિટીઝ ધરાવતા ૬૦ વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને વૅક્સિનેશનમાં બીજા ક્રમની પ્રાથમિકતા આપવામાં આવશે. પોલીસ તંત્ર રસીનું બ્લૅક માર્કેટિંગ ન થાય તેની તકેદારી રાખશે.’

mumbai mumbai news coronavirus covid19