દવાની ડિલિવરી ન આપનારા ડિસ્ટ્રિવબ્યુટરો સામે કાર્યવાહી કરવામાં આવશે

18 April, 2020 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દવાની ડિલિવરી ન આપનારા ડિસ્ટ્રિવબ્યુટરો સામે કાર્યવાહી કરવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનમાં દવાઓનો સમાવેશ અત્યંત આવશ્યક સેવામાં થાય છે. દવાઓની હોમ ડિલિવરી ન કરતા ડિસ્ટ્ર‌િબ્યુટર્સ જો દવાઓ ન પહોંચાડે તો એ ગુનાના દાયરામાં આવે છે. વસઈ-વિરારમાં આવી ઘણી ફરિયાદો દાખલ થઈ છે જેના કારણે વસઈ વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને આવા તમામ મેડિકલ સ્ટોર્સ ધરાવતા લોકો અને ડિસ્ટ્ર‌િબ્યુટર્સ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

નાલાસોપારા વૉર્ડ વિભાગ ઈ અંતર્ગત આવતી મેડિકલ સ્ટોર્સના માલિકો સાથે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી કમિશનર સંતોષ મૂનેએ ગઈ કાલે બેઠક લઈ તેમને મેડિકલ સ્ટ્રોર્સમાંથી દવાઓની હોમ ડિલિવરી કરાવવા આદેશ આપ્યા હતા. જો આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવાની ચેતાવણી પણ આપી હતી.

સંતોષ મૂનેએ સ્ટોર્સ માલિકો સાથે બેઠક કરી મેડિકલ સ્ટોર્સધારકોને આવતી સમસ્યાની માહિતી મેળવી હતી. કેમ દવાઓની ડિલિવરી થતી નથી, ટ્રાન્સપોર્ટેશનમાં આ‍વી રહેલી સમસ્યા સાંભળી હતી. મેડિકલ સ્ટોર્સધારકોની સમસ્યાનું પણ ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું મૂનેએ આશ્વાસન આપ્યું હતું.

coronavirus covid19 mumbai mumbai news vasai virar