સરકારના આદેશ વગર જ ખોલી સ્કૂલ, હવે થશે શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી

03 October, 2020 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સરકારના આદેશ વગર જ ખોલી સ્કૂલ, હવે થશે શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 (Covid-19)ને લઈને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરતા શહેરની વિભિન્ન સ્કૂલો અને કૉલેજો શરૂ કરી દેવામાં આવી છે. અહીં ન તો કોવિડ-19ના નિયમોનું પાલન કરવામાં આવે છે ન તો સોશિયલ ડિસ્ટેન્સિંગનું. મહાનગરપાલિકા (મનપા)એ આ સ્કૂલો અને કૉલેજ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.

મનપાએ શિક્ષણ સંસ્થાઓને ચેતવણી આપતા કહ્યું છે કે નિઃશુલ્ક પુસ્તક વિતરણ અને સ્કૂલ પોષણ આહાર સિવાય જો વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જણાવવાનું કે કોરોના સંક્રમણને કારણે માર્ચમાં લૉકડાઉન જાહેર કર્યા બાદ બધી સ્કૂલ, કૉલેજ બંધ કરી દેવામાં આવ્યા હતા. આને કારણે પ્રાઇવેટ વિદ્યાલયોમાં પણ મોટાભાહે ફીઝ બાકી રહી ગઈ હતી.

જૂનમાં નવા સત્ર શરૂ થવા વિશે ફીસ પણ લગભગ જમા થઈ જાય છે પણ કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધી સ્કૂલ શરૂ ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સ્કૂલ જો આ રીતે જ બંધ રહી તો વિદ્યાર્થીઓ ફી જમા નહીં કરે. આ કારણે ફી વસૂલવા માટે શહેરની ઘણી સ્કૂલોએ નવમા અને દસમાં ધોરણના વિદ્યાર્થીઓને ગયા બે અઠવાડિયાથી બોલાવીને ભણાવવાનું શરૂ કરી દીધું છે.

વિદ્યાર્થીઓને બોલાવનારી સ્કૂલોમાં કોવિડ-19ના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નતી. મોટાભાગે વિદ્યાર્થીઓ જ્યાં માસ્ક પહેરીને પણનથી આવતા, ત્યાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરવામાં આવતું નથી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સેનિટાઇઝેશનની પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. એક સ્કૂલના શિક્ષકે જણાવ્યું તે તેમના વર્ગમાં 50થી 60 વિદ્યાર્થીઓે બેસાડીને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનો મજાક ઉડાડવામાં આવે છે.

mumbai mumbai news coronavirus covid19