પ્રેમસંબંધના મામલે વિરારમાં જિમના માલિક પર ઍસિડ-અટૅક

19 February, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમસંબંધના મામલે વિરારમાં જિમના માલિક પર ઍસિડ-અટૅક

વિરાર-ઈસ્ટમાં જિમ ધરાવતો ૨૭ વર્ષતો રિતેશ કદમ બુધવારે રાતે જિમ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેના પર ઍસિડ-અટૅક કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં હુમલાખોરની ઓળખ હરિશ્ચંદ્ર ઉર્ફે રાહુલ ચૌધરી અને તેના અન્ય એક સાથી તરીકે થઈ છે. તેઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.

વિરારના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુરેશ વરાડેએ કહ્યું હતું કે ‘રિતેશ કદમને કેઈએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. રિતેશની ફરિયાદના આધારે અમે રાહુલ ચૌધરી અને તેના સાથીદાર સામે ગુનો નોંધ્યો છે, પરંતુ હજી સુધી તેમની ધરપકડ થઈ નથી.’

રાહુલ ચૌધરી વિરારમાં ચાઇનીઝ ફૂડનો સ્ટૉલ ચલાવે છે અને તેની પત્ની રિતેશના જિમમાં જતી હતી. બન્ને વચ્ચેના સંબંધની જાણ રાહુલને થતાં બદલાની ભાવનાથી તેણે રિતેશ પર ઍસિડ-અટૅક કર્યો હોવાનું કહેવાય છે.

mumbai mumbai news virar