હાઇ-પ્રોફાઇલ કસ્ટમરોને મર્સિડીઝમાં ડ્રગ્સની સપ્લાય કરતો આરોપી પકડાયો

08 February, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઇ-પ્રોફાઇલ કસ્ટમરોને મર્સિડીઝમાં ડ્રગ્સની સપ્લાય કરતો આરોપી પકડાયો

પ્રતીકાત્મક તસવીર

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં નીકળેલા ડ્રગ-ઍન્ગલની તપાસ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ શરૂ કરી હતી. ત્યાર બાદ બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝને સમન્સ મોકલીને તપાસ માટે બોલાવવામાં આવી હતી. એનસીબીના ત્યાર પછી સતત દરોડા ચાલુ જ છે. શનિવારે રાતે એનસીબીએ જોગેશ્વરીમાંથી ઇબ્રાહિમ મુજાવર ઉર્ફે ઇબ્રાહિમ કાસકરની ધરપકડ કરી હતી.

એનસીબીએ કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઇબ્રાહિમ તેની મર્સિડીઝ કારમાં હાઇ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સને ડ્રગ્સની ડિલિવરી આપવા જતો હતો. એનસીબીએ તેની કાર પણ જપ્ત કરી છે. તેને એ એમડી ડ્રગ ડોંગરીના આસિફ રાજકોટવાલાએ આપ્યું હોવાનું જણાવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચરસ મળી આવ્યું હતું. ઇબ્રાહિમ રીઢો ડ્રગ-પેડલર છે. તેની સામે આ પહેલાં જોગેશ્વરી પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને એ કેસમાં હાલ તે જામીન પર બહાર છે. એટલું જ નહીં, તેણે  પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને તેના પર હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે.

mumbai mumbai news jogeshwari Crime News