07 February, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભણતરનો પાયો કાચો રહી જતો હોવા છતાં વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ખોટો છે અને એને કારણે બાળકો ક્વૉલિટી એજ્યુકેશનથી વંચિત રહી જશે એવી રજૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ કરી હતી. થોડા દિવસ પહેલાં હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાન્ત પાટીલે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની તરફેણ કરી હોવાથી ABVPએ એને વખોડી કાઢી હતી. ABVP દ્વારા કરાયેલી રજૂઆતમાં કહેવાયું છે કે રાજ્ય સરકારની આ જે સ્કીમ છે એને લીધે ભણતરનું સ્તર નીચે જઈ રહ્યું છે. એક્ઝામમાં ફેલ થવા છતાં તેમને આગળના ધોરણમાં જવા મળતું હોવાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાય છે અને તેમનું ભણતર કથળી જાય છે. અત્યારે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે છે.