શિવસેનામાં બળવા બાદ પોતાની ગુમાવેલી શાખ પાછી મેળવવા મેદાનમાં ઉતર્યા આદિત્ય ઠાકરે

13 August, 2022 07:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા દોઢ મહિનાથી સામાન્ય રીતે શાંત રહેનારા 32 વર્ષીય આદિત્ય ઠાકરે, જે મુંબઈમાં વર્લી વિધાનસભાથી વિધેયક છે, તે વધારે સક્રિય દેખાઈ રહ્યા છે. તે `નિષ્ઠા યાત્રા` અને `શિવ સંવાદ` કાર્યક્રમ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓ સુધી પણ પહોંચી રહ્યા છે.

આદિત્ય ઠાકરે (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પડ્યા અને શિવસેનામાં ફૂટ પડ્યા બાદ જનતા સાથે જોડાવા  અને પાર્ટીની ગુમાવેલી રાજનૈતિક શાખ ફરી મેળવવા પાર્ટી નેતા અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ આદિત્ય રાજ્યના વિભિન્ન વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ખાસ તો એવા વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરી રહ્યા છે, જ્યાં તે વિધેયકોએ પાર્ટી સામે બળવો કર્યો છે. આ પ્રવાસ તે એવા સમયે કરી રહ્યા છે, જ્યારે શિવસેનાનું ઠાકરે જૂથ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે.

છેલ્લા દોઢ મહિનાથી સામાન્ય રીતે શાંત રહેનારા 32 વર્ષીય આદિત્ય ઠાકરે, જે મુંબઈમાં વર્લી વિધાનસભાથી વિધેયક છે, તે વધારે સક્રિય દેખાઈ રહ્યા છે. તે `નિષ્ઠા યાત્રા` અને `શિવ સંવાદ` કાર્યક્રમ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓ સુધી પણ પહોંચી રહ્યા છે.

મંત્રી તરીકે તેમને ઘણીવાર પેન્ટ અને શર્ટમાં જોવામાં આવતા હતા. ક્યારેક-ક્યારેક તે એક જ કલરના ફૉર્મલ શૂઝ અને બંડી પણ પહેરતા હતા. પણ હવે તે, માથે તિલક લગાડેલા જોવા મળે છે. આવું તે વખતે થયું છે, જ્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (રાકૉંપા) અને કૉંગ્રેસ સાથે ગઠબંધનને કારણે તેમના પિતાના હિંદુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

જો કે, એસોસિએટ પ્રૉફેસર (પૉલિટિક્સ) કેતન ભોસલેએ કહ્યું કે પાર્ટીને બચાવવા માટે આદિત્ય ઠાકરેના પ્રયત્ન ખૂબ જ નાના અને મોડાં છે. તેમણે કહ્યું, "તે એક જહાજને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં પહેલાથી જ ઘણાં છિદ્રો છે. શિવસેનાએ જે આક્રમક મુદ્રા ઘટાડ્યા હતા, તે હવે કામ નહીં કરી શકે."

નોંધનીય છે કે શિવસેનાના 55 વિધેયકોમાંથી 40એ જૂનમાં પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ વિદ્રોહ કર્યો, જેથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર (MVA) સરકાર પડી ગઈ. પાર્ટીના 18 લોકસભા સાંસદોમાંથી 12એ પોતાને નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથ સાથે જોડી લીધા છે.

Mumbai mumbai news maharashtra shiv sena aaditya thackeray