આધાર કાર્ડ માટે હવે ઑનલાઇન અને પત્ર દ્વારા અપડેશન શક્ય

01 December, 2012 08:08 AM IST  | 

આધાર કાર્ડ માટે હવે ઑનલાઇન અને પત્ર દ્વારા અપડેશન શક્ય


ગઈ કાલથી આ સુવિધાનો આરંભ થયો છે. એ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે એ માટેની અપડેટ રિક્વેસ્ટ સેલ્ફ સર્વિસ અપડેટ પોટર્લ www.uidai.gov.in દ્વારા અથવા પત્ર દ્વારા પણ મોકલી શકાશે. એમાં નામ, લિંગ, ડેટ ઑફ બર્થ, ઍડ્રેસ અને મોબાઇલ નંબરની વિગતોમાં અપડેટ અને ચેન્જિસ કરી શકાશે.

 એ ઉપરાંત પહેલાં જે કોઈ ચેન્જિસ કરવાના હતા એ માત્ર જે સેન્ટરમાં એનરોલમેન્ટ કરાવ્યું હોય ત્યાં કરાવવા પડતા હતા. જોકે હવે એ અપડેટ અથવા ચેન્જિસ યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાની પાંચ મુખ્ય ઑફિસોમાં પણ કરાવી શકાશે. આધાર કાર્ડ દ્વારા ૧૨ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે, જે ભારતભરમાં વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે માન્ય છે.