મુંબઈમાં COVID-19 સેલ્ફ-ટેસ્ટિંગ કીટ ખરીદવા માટે આધાર કાર્ડ આપવું પડશે: કિશોરી પેડણેકરે

15 January, 2022 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વ્યક્તિના રેકોર્ડની જાળવણી માટે આધાર લેવામાં આવશે.

ફાઇલ તસવીર

મુંબઈના મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે હવેથી દરેક વ્યક્તિ જે સેલ્ફ-ટેસ્ટિંગ કીટ ખરીદશે, તેણે પોતાનું આધાર કાર્ડ કેમિસ્ટને આપવું પડશે. વ્યક્તિના રેકોર્ડની જાળવણી માટે આધાર લેવામાં આવશે. જો કોઈ પોઝિટિવ હોય તો તેણે અધિકારીઓને જાણ કરવી જોઈએ અને તેને ઓનલાઈન અપડેટ કરવી જોઈએ. તેમ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું.

દરમિયાન શુક્રવારે મુંબઈમાં કોરોના વાયરસના ચેપથી નવ લોકોનાં મોત થયાં હતાં, જે 11 ઓગસ્ટ, 2021 પછી એક દિવસમાં મૃત્યુ પામેલા લોકોની સૌથી વધુ સંખ્યા છે. આ સિવાય ચેપના 11,317 નવા કેસ નોંધાયા છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ના આરોગ્ય બુલેટિનમાં જણાવાયું છે કે નવા કેસ આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 9,81,306 થઈ ગઈ છે જ્યારે મૃતકોની કુલ સંખ્યા 16,435 થઈ ગઈ છે. મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે શહેરમાં ચેપના 13,702 કેસ નોંધાયા હતા.

mumbai news mumbai coronavirus