હાજી અલી જંક્શન પર અકસ્માતમાં યુવકના મોતથી લોકોનો ટ્રાફિક જૅમ

01 November, 2011 07:56 PM IST  | 

હાજી અલી જંક્શન પર અકસ્માતમાં યુવકના મોતથી લોકોનો ટ્રાફિક જૅમ

 

બ્રીચ કૅન્ડી નજીક ભેલપૂરી વેચતા ગરીબ પિતાના ચાર પુત્રોમાં સૌથી નાના જિલાજિત યાદવનું અકસ્માતમાં મૃત્યુ થતાં રાજીવનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં હૉસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. તેમણે રાત્રે તથા સવારે ટ્રાફિકપોલીસના બેજવાબદાર વર્તન સામે રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું. રાજીવનગર સોસાયટીમાં રહેતી નીતુ ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ રસ્તા પર છેલ્લા ૧૫ દિવસમાં ૭ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લાં બે વર્ષથી અહીં સિગ્નલ કામ કરતું નથી. ૧૮ ઑક્ટોબરે આ જ સ્થળે મુસ્કાન શેખ નામની ૧૩ વર્ષની ટીનેજર પોતાના પિતા સાથે રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે એક કારે ટક્કર મારતાં તેના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી.’

રાજીવનગરના લોકો આ અકસ્માત માટે તાડદેવની ટ્રાફિકપોલીસને જવાબદાર ગણાવી રહ્યો છે.