18 May, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખારની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી વૃક્ષ તૂટીને રિક્ષા પર પડતાં એમાં પ્રવાસ કરી રહેલી છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
ખારમાં ગયા રવિવારે એક કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી એક વૃક્ષ રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર પડતાં એમાં પ્રવાસ કરી રહેલી બે યુવતીઓને ગંભીર ઈજા થઈ હતી. એમાંની એક ટીનેજર બ્રેઇન-ડેડ થઈ હતી જેને શનિવારે મૃત જાહેર કરવામાં આવી હતી. અકસ્માત ગયા રવિવારે થયો ત્યારથી આ યુવતી ભાનમાં આવી જ નહોતી. બુધવારે તેનો પંદરમો જન્મદિવસ હતો અને ગુરુવારે તે બ્રેઇન-ડેડ છે કે નહીં એ જાણવા માટે ટેસ્ટ કરવામાં આવી હતી. બ્રેઇન-ડેડ છે કે નહીં એ નક્કી કરવા માટે પહેલી ઍપ્નિયા ટેસ્ટ ગુરુવારે સવારે કરવામાં આવી હતી. જોકે એ પછી શનિવારે તેને આખરે ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં ઘાયલ બીજી ૨૧ વર્ષની યુવતી હજી પણ ગંભીર છે અને હૉસ્પિટલમાં છે. તે પણ અકસ્માત પછી ભાનમાં આવી નથી એટલે તેનો પરિવાર પણ ભારે ચિંતામાં છે. ખાર પોલીસે ગયા સોમવારે કન્સ્ટ્રક્શન કંપની સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.