બીએમસીના વિવિધ વિભાગોના સંકલન માટે સૉફ્ટવેર તૈયાર કરાયું

01 November, 2019 05:27 PM IST  |  મુંબઈ | ચેતના સદાડેકર

બીએમસીના વિવિધ વિભાગોના સંકલન માટે સૉફ્ટવેર તૈયાર કરાયું

બીએમસીએ છ વિભાગો રોડ, બ્રિજ, એસડબ્લ્યુડી, હાઇડ્રોલિક, સીવરેજ ઑપરેશન્સ અને સીવરેજ પ્રોજેક્ટ્સ માટે તેમના દ્વારા કરવામાં આવેલા કામને આઇટી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૉફ્ટવેર પર અપલોડ કરવું ફરજિયાત બનાવ્યું છે. કોઈ એક ચોક્કસ સ્થળ પર બે વિભાગનાં કામ સાથે ન થઈ જાય એની ખાતરી કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. બીએમસીએ એના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે જીઆઇએસ પર વર્ક પ્રોગ્રેસ રિપોર્ટ અપલોડ કરાયા બાદ જ પેમેન્ટ કરાશે.
આ પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવતાં બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે બીડ નંબર તૈયાર કરવામાં આવે છે. નવી માર્ગદર્શિકા મુજબ નવા શરૂ કરાયેલા કામને તે-જે સ્થળ પર કરવાનું હશે. એની સાથે જીઓ-ટૅગ કરાયા બાદ જ કામ સોંપવામાં આવશે. હાલમાં ઘણી વાર એવું થાય છે કે બીએમસી એક સ્થળે કામ કરી રહી છે અને તેના બીજા વિભાગે પણ એ જ સ્થળે કામ શરૂ કરવા વિચાર્યું હોય. જોકે નવા સૉફ્ટવેરને કારણે બીએમસીના તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહેશે.

brihanmumbai municipal corporation mumbai news