નવી એસી સર્વિસના વિરોધમાં દરવાજા રોકો આંદોલન થયું

02 October, 2022 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરોધ કરવા માટે તેઓ દરવાજા પાસે જ ઊભા રહી ગયા હતા. આ પ્રવાસીઓએ ધસારાના સમયે એસી લોકલને બદલે તેમની રેગ્યુલર લોકલને ફરી શરૂ કરવાની માગ કરી હતી.

એસી લોકલનો દરવાજો રોકીને ઊભેલા પ્રવાસીઓ.

વેસ્ટર્ન રેલવેએ શરૂ કરેલી નવી એસી લોકલ સર્વિસનો વિરોધ કરવા માટે ભાઈંદર સ્ટેશન પર પ્રવાસીઓએ ગઈ કાલે સવારના સમયે એસી લોકલનો દરવાજો બંધ થવા નહોતો દીધો. વિરોધ કરવા માટે તેઓ દરવાજા પાસે જ ઊભા રહી ગયા હતા. આ પ્રવાસીઓએ ધસારાના સમયે એસી લોકલને બદલે તેમની રેગ્યુલર લોકલને ફરી શરૂ કરવાની માગ કરી હતી. જોકે એવા પ્રવાસીઓ પણ છે જેઓ રેલવેએ શરૂ કરેલી નવી લોકલ સર્વિસથી ખુશ છે અને વધુમાં વધુ એસી લોકલની માગ કરી રહ્યા છે.

31
વેસ્ટર્ન રેલવેમાં આટલી એસી લોકલની સર્વિસ ગઈ કાલથી વધી

08
ગઈ કાલથી વેસ્ટર્ન રેલવેમાં આટલી સર્વિસ વધારવામાં આવી

06
હવે સવારે આઠથી અગિયારની વચ્ચે વિરારથી ચર્ચગેટ માટે આટલી એસી લોકલ છે
27
પંદર ડબ્બાની આટલી સર્વિસ વધારવામાં આવી

25
દરેક ટ્રેનમાં આટલા ટકા મહિલાઓ માટે સીટિંગ કૅપેસિટીમાં વધારો થયો 

08
હવે સાંજે પાંચથી રાત્રે દસ વચ્ચે ચર્ચગેટથી વિરાર માટે આટલી એસી લોકલ છે

62.50
આટલા ટકા એસી લોકલની સર્વિસ વધારવામાં આવી છે

17,19,659
આટલા પ્રવાસીઓએ ઑગસ્ટ મહિનામાં એસી લોકલમાં ટ્રાવેલ કર્યું હતું

12,885
ગઈ કાલથી વેસ્ટર્ન રેલવેમાં વધેલી સર્વિસને લીધે આટલી સીટિંગ કૅપેસિટી વધી

 

Mumbai mumbai news mumbai local train