પોલીસ સ્ટેશનમાંથી પોલીસનું લૅપટૉપ જ ચોરાયું, બોલો

27 May, 2022 08:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વિક્રોલી પાર્કસાઇટ પોલીસ સ્ટેશનની ઘટના : મહિલા પોલીસની પોતાના જ પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

થોડા વખત પહેલાં નાગપાડા પોલીસ સ્ટેશન હેઠળની બીટ ચોકી નંબર એકમાંથી એક ઑફિસરનું લૅપટૉપ ચોરાયું હતું. હવે એવી જ એક ઘટના વિક્રોલીના પાર્કસાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસનું જ લૅપટૉપ ચોરાય તો ચોરની હિંમતને દાદ આપવી કે પોલીસની બેદરકારીને કોસવી એ પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે. 
પાર્કસાઇટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિનાયક મેરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના છ-સાત દિવસ પહેલાં બની છે. અમારા પાર્કસાઇટ પોલીસ સ્ટેશનની સામેની બાજુ એટલે કે રસ્તો ક્રૉસ કરીને સામેની તરફ પોલીસ ઑફિસરની રૂમ છે. એમાંથી મહિલા પોલીસ ઑફિસર સવિતા માનેનું પર્સનલ લૅપટૉપ ચોરાયું છે. એ પાર્ટ અમારા પોલીસ સ્ટેશનથી લગભગ ૫૦ ડગલાં જેટલો દૂર છે અને ત્યાં સીસીટીવી કેમેરા નથી. એથી ઍક્ચ્યુઅલમાં ક્યારે અને કોણ એ લૅપટૉપ ચોરી ગયું એની જાણ થઈ શકી નથી. વળી એ પર્સનલ લૅપટૉપ હતું, ઑફિસનું નહોતું એટલે એમાં શું ડીટેલ હતી એની અમે તપાસ કરી નથી. જોકે એ લૅપટૉપ સંદર્ભે અમે એફઆઇઆર નોંધ્યો છે અને ચોરને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.’ 

Mumbai mumbai news bakulesh trivedi