એક માણસ વીસ મિનિટ સુધી જીવતો સળગતો રહ્યો અને લોકો જોતા રહ્યા

09 November, 2011 08:35 PM IST  | 

એક માણસ વીસ મિનિટ સુધી જીવતો સળગતો રહ્યો અને લોકો જોતા રહ્યા



(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૯

આ ઘટના બની ત્યારે રહમતની પત્ની મુમતાઝ અને તેનો પાંચ વર્ષનો દીકરો રિહાન દેશમાં ગયાં હતાં, પણ તેના સાત વર્ષના દીકરા રિઝવાને પિતાને આગની જ્વાળામાં લપેટાયેલા જોઈને બૂમાબૂમ કરી હતી. આ ઘટના વિશે વાત કરતાં રિઝવાને કહ્યું હતું કે ‘હું મારા પિતાને બળતો જોઈને ડરી ગયો હતો. હું દોડીને મારા કાકા અહમદ પાસે ગયો અને તેમને આ ઘટનાની જાણ કરી હતી. મેં મારા પાડોશીઓને પણ મદદ માટે બોલાવ્યા હતા.’

અહમદે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મેં બહાર જઈને જોયું તો બહાર ગ્રાઉન્ડમાં મારો ભાઈ આગ લાગેલી હાલતમાં દોડાદોડી કરી રહ્યો હતો. તેની આસપાસ સ્થાનિક રહેવાસીઓ ઊભા હતા, પણ કોઈ મદદ માટે આગળ નહોતું આવી રહ્યું. હું મદદ માટે પહોંચ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું અને રહમત મૃત્યુ પામી ચૂક્યો હતો. રિઝવાને મને જણાવ્યું કે તેણે લોકલ ગુંડા સૅવિયો ઍન્થની અને તેના બે સાથીદારોને આગ ચાંપીને નાસી જતા જોયા છે. આના આધારે અમે તેમના વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ વિસ્તારમાં એસઆરએ (સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી) સ્કીમમાં અમને જે બે રૂમ મળવાના છે એના પર હકીકતમાં ઍન્થનીની નજર હતી. તે હંમેશાં અમારી સાથે આ મુદ્દે લડતો રહેતો હતો. ત્રણ દિવસ પહેલાં તેણે મને માર માર્યો હતો અને છ મહિના પહેલાં તેણે રહમતને માર મારીને અમારા મકાનને નુકસાન પહોંચાડ્યું હતું.’

અહમદની ફરિયાદને આધારે વર્સોવા પોલીસે ઍન્થની અને તેના સાથીદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, પણ તેઓ અત્યારે ફરાર છે. આ ઘટના વિશે વધારે માહિતી આપતાં વર્સોવા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શરદ બોરસેએ કહ્યું હતું કે ‘હકીકતમાં આ સંપત્તિને કારણે ઊભા થયેલા કૌટુંબિક વિવાદનો કેસ છે. રહમતની બહેને ઍન્થની સાથે લગ્ન કયાર઼્ છે અને તેમની વચ્ચે જગ્યાને કારણે સતત ઝઘડો થતો હતો. અત્યારે તો અમે અહમદના નિવેદનને કારણે આગ ચાંપવાના ગુનાસર ઍન્થની અને તેના સાથીદારની શોધ ચલાવી રહ્યા છીએ, પણ અમારી પાસે આ ઘટનાને નજરે જોનાર કોઈ સાક્ષી નથી. હકીકતમાં આરોપીએ આગ ચાંપતાં પહેલાં કેરોસીન ઠાલવ્યું હતું, પણ એ સમયે રહમતને બચાવવા કોઈ પરિવારજન આગળ નહોતું આવ્યું. અમે તેને કૂપર હૉસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂક્યો હતો.’