Corona Virus: અરુણાચલનાં કેન્સર પેશન્ટને વિદેશી સમજી કહ્યું નો એન્ટ્રી

17 March, 2020 06:21 PM IST  |  Mumbai | Anurag Kamble

Corona Virus: અરુણાચલનાં કેન્સર પેશન્ટને વિદેશી સમજી કહ્યું નો એન્ટ્રી

મુલુંડ ઇસ્ટમાં આવેલા શ્રી સાંઇનાથ એસ્ટેટે અરુણાચલનાં કેન્સર પેશન્ટને પ્રવેશ ન આપ્યો

કોરોનાવાઇરસે ભલભલાની ઉંઘ ઉડાડી દીધી છે ત્યારે મુંબઇની એક હાઉસિંગ સોસાયટીએ ૭૪ વર્ષનાં એક કેન્સર પેશન્ટ જે નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પુર્વિય ભારતમાંથી આવ્યા હતા તેમને પોતાના બિલ્ડિંગના એરિયામાં પ્રવેશવા ન દીધા. આ વ્યક્તિ પોતાની દીકરી સાથે કિમોથેરાપીની બીજી સાઇકલની સારવાર માટે મુંબઇ પહોંચ્યા હતા.

કે સોસાયટીના કમિટી મેમ્બરે ચોખવટી કરી હતી કે આ વાતને કોરોનાવાઇરસ સાથે કંઇ લેવા દેવા નથી. પરંતુ આ માણસને અહીં રહેવાની છૂટ નતી કારણકે જે સંસ્થા આ ફ્લેટની માલિકી ધરાવે છે તેણે જ આ માણસને અહીં રહેવાની દેવાની ના પાડી છે. હાલમાં આ વ્યક્તિ અરુણાચલ ભવન, નવી મુંબઇમાં રહેવા ગયા છે જ્યાં તેમને સગવડ કરી અપાઇ.
મુંબઇ સર્વોદય ફ્રેન્ડશીપ સેન્ટર, જે એક સ્વૈચ્છિક સંસ્થા છે તેની માલિકીનો એક ફ્લેટ મુલુંડ વેસ્ટના શ્રી સાંઇનાથ એસ્ટેટમાં છે. ૨૦૦૪માં સ્થપાયેલી આ સંસ્થા ૨૦૧૬થી ફ્લેટ ભાડે આપે છે અને તેમની સેવાઓથી ૧૦૦ જેટલા દર્દીઓને લાભ થયો છે.
સોમવારે ૭૪ વર્ષનાં અરુણાચલ પ્રદેશનાં રહેવાસી મુંબઇ પહોંચ્યા. તેમની સાથે દીકરી અને એક બીજા સબંધી હતા પણ સિક્યોરીટી વાળાએ તેમને અંદર જવા જ ન દિધા તથા કમિટીનાં સભ્યો સાથે વાત કરવા કહ્યું.

ભાડુતે જ્યારે કમિટી મેમ્બર સાથે વાત કરી તો તેમને એમ કહેવામાં આવ્યું કે તેઓ સોસાયટીમાં કોઇપણ વિદેશીઓને નહીં આવવા દે કારણકે અત્યારે કોરોનાવાઇરસનો ભય છે. કુટુંબે તેમને બહુ સમજાવ્યા કે તેઓ અરુણાચલ પ્રદેશનાં છે ચીનનાં નથી પણ કમિટીએ તેમની વાતને મચક ન આપી. બોમ્બે સર્વોદય ફ્રેન્ડશીપ સેન્ટરનાં ટ્રસ્ટી અનીલ હેબ્બરે આ વિગતો આપતાં જણાવ્યું હતું અને ઉમેર્યું કે જ્યારે તેઓ ટસનાં મસ ન થયાં ત્યારે અમે તેમને બીજે રહેવાની વ્યવસ્થા કરી આપી.

દર્દી તાતા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે અને તેમની પાસે પોતાના બધા જ રિપોર્ટ્સ પણ છે. તેમણે કહ્યું હતું કે સોસાયટીમાં રેહનારાઓ તેમને જાણે છે કારણકે તેઓ પહેલાં પણ અહીં રહી ચૂક્યા છે પણ છતાં ય તેમણે મારી સામે નજર સુદ્ધાં ન કરી અને મદદ પણ ન કરી.

કમિટીના એક સભ્ય કાશીનાથ ગાયકવાડે કહ્યું કે કમિટીના ના પાડવા પાછળ કોરોનાવાઇરસની કોઇ વાત હતી જ નહીં તથા તેમણે પહેલા જ સંસ્થાના ટ્રસ્ટી અનીલ હેબ્બરને મહિનાની નોટિસ આપ્યા વિના કોઇને પણ અહીં મોકલવા નહીં એવી સૂચના આપી હતી. પણ સંસ્થાએ નોટિસ વગર માણસો મોકલ્યા એટલે તેમણે ના પાડી. વળી તેમણે ઉમેર્યું કે, ‘આવા મુશ્કેલીના સમયે તેઓ બીજા રાજ્યનાં કોઇપણ માણસને અહીં મોકલે ત્યારે તેઓને કોઇ વાઇરસ નથી તેની ખાતરી કોણ લેશે. અમને દર્દી માટે ચોક્કસ સિમ્પથી છે પણ અમે તે અંગે કંઇ નહીં કરીએ. ’

mumbai mumbai news coronavirus arunachal pradesh mulund Crime News