સગી બહેનનો નગ્ન વિડિયો બૉયફ્રેન્ડ સાથે શૅર કરનાર યુવતીની ધરપકડ

02 November, 2019 01:01 PM IST  |  મુંબઈ ડેસ્ક

સગી બહેનનો નગ્ન વિડિયો બૉયફ્રેન્ડ સાથે શૅર કરનાર યુવતીની ધરપકડ

મુંબઈ:(પી.ટી.આઇ.) પોતાની બહેનનો વાંધાજનક વિડિયો શૂટ કરીને એ પોતાના પરિણીત બૉયફ્રેન્ડ સાથે શૅર કરવા બદલ ૨૫ વર્ષની એક યુવતીની આગરીપાડા પોલીસે ધરપકડ કરી હોવાનું એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
આ બનાવ ગુરુવારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે ૨૦ વર્ષની ભાયખલાની રહેવાસી યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતાની બહેન તથા તેના બૉયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આરોપી યુવતીએ તેના પરિણીત બૉયફ્રેન્ડને વિડિયો-કૉલ કર્યો હતો અને સ્નાન કરી રહેલી પોતાની બહેનને બતાવી હતી. ફોનકૉલ દરમ્યાન બૉયફ્રેન્ડે એ સીનના સ્ક્રીન-શૉટ્સ લઈ લીધા હતા અને એ મોબાઇલમાં સેવ કરીને પીડિતાના સંબંધીઓને મોકલ્યા હતા. એ શખસે તેની ગર્લફ્રેન્ડને તેની બહેનના નગ્ન ફોટો લેવાનું કહ્યું હતું અને બદલામાં પોતે તેની સાથે લગ્ન કરશે એવું વચન આપ્યું હતું. આ એક દ્વેષપૂર્ણ પગલું હતું, કારણ કે પીડિતાએ નવરાત્રિ દરમ્યાન તેની બહેનના બૉયફ્રેન્ડનું અપમાન કર્યું હતું એવું પોલીસે ઉમેર્યું હતું. આરોપી યુવતીને શુક્રવારે જામીન પર છોડવામાં આવી હતી અને તેના ભાગેડુ બૉયફ્રેન્ડની શોધખોળ ચાલી રહી છે.

Crime News